પાંચ કોયડા-૧૪ કપાયેલા સફરજન ના ફોટા ને હાથમાં લેતાં તે બોલ્યો- ‘ ગજા, આ સફરજન ન્યૂટને શોધ્યું હતુ ને ?’ ‘ અરે અક્કલ ! એ સફરજનને ન્યુટને નહોતું શોધ્યું !એ સફરજન ના આધારે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો.’ હું ગુસ્સામાં બોલ્યો. તે મારા મગજને વધુ ચકરાવો ચડાવે તે પહેલા હું તૈયાર થવા બાથરૂમ તરફ ભાગ્યો. નાહ્યા પછી મને કંઈક સારું લાગ્યું અમે બધા ફોટોગ્રાફ્સ ધ્યાનથી અનેક વાર જોયા. વહાણ ,આયાત-નિકાસના પલ્લા વાળું ત્રાજવું, હાવડા બ્રિજ માંથી થતો સૂર્યોદય, ફાંસીના ફંદા માંથી સળગતો દિપક ,સામાન અને ટ્રેન, કપાયેલું સફરજન ,પિંજરામાંથી મુક્ત પક્ષી સાથે તલવાર ઉપર લખાયેલા T અને N અનેકવાર જોવા