પાંચ કોયડા - 13

(15)
  • 3.5k
  • 3
  • 1.5k

અમે બંને અમારું માથું ખંજવાળી રહ્યા હતા.ત્યારે રઘલાએ એક ઉપાય સૂચવ્યો.આ ફોટામાં દેખાતી દરેક વસ્તુના ટૂંકા નામ કાગળમાં લખી તેના પરથી કોઈ વ્યક્તિનું નામ બનાવી જોઈએ. મને પણ આ વિચાર ગમ્યો. બધી જ વસ્તુ ના નામ અમે ટૂંકમાં લખ્યા. ૧. વહાણ, ૨. આયાત-નિકાસના પલ્લા વાળું ત્રાજવું. ૩. હાવડા બ્રિજ નો સૂર્યોદય ૪. ફાંસીના ફંદામાં રહેલો દિપક ૫. સામાન અને ટ્રેન ૬.કપાયેલુ સફરજન ૭. પિંજરામાંથી મુક્ત થતું પક્ષી. આ શબ્દોને આડા અવળા ઊંધા ચતા ગમેતેમ ગોઠવીને અમે કોઈ નામ કે જન્મદિવસ ગોઠવવાનો પ્રયત્ન કર્યો .પણ વ્યર્થ !દરેક વખતે મને અને રચનાને કોઈ થિયરી મરી જતી. પછી અમને જ અમારી