પાંચ કોયડા-11 આવી તો કેટલીયે થિયરીઓ રજુ થઇ પણ એકપણ થિયરીમાં કોઇ સંકેત મળતો દેખાયો નહીં. ” ફોટોગ્રાફમાં કંઇક ખુટે છે.કંઇક ખુટે છે.શુ ખુટે છે ? હું આખો બંધ કરી વિચારવા લાગ્યો. “ ડિકેટટીવ ભાગવત ! કંઇ જલ્દી વિચારો.આપણી પાસે તેર જ દિવસ છે અને શી ખબર હવે પછીના કોયડા કેવા હશે.અને ગજા,આ કિર્તી ચૌધરીને ઘરડે-ઘડપણ આવા ગાંડા કાંઢવાની કયાં જરૂર હતી ? આ તે કંઇ IS કે IPS ની પરિક્ષાઓ થોડી છે તે આવા કોયડા બનાવ્યા ?” રઘલાએ તેનો બફાટ ચાલુ રાખ્યો. “ રઘુવીર વ્યાસ ,બે મિનિટ માટે શાંતિ રાખશો.હું કંઇક વિચારી રહ્યો છું.” મેં રઘલાને બે હાથ