હવા વગરના ફુગ્ગાઓ....! હવા વગરના ફુગ્ગા જેવી હાલત લઈને ફરુ છું મારા જ ઘરમાં છું છતાં જમાનત લઈને ફરું છું કોરોનામાં રમેશનું હસવાનું પણ વિસરાય ગયું ફૂલોની ચાદર ઓઢી છે જમાવટ લઈને ફરું છું કોરોનાની વળગાડ વળગી તો વળગી, પણ માણસને સમજાય ગયું કે, મારામારી ને મહામારીમાં તાકાતવાન કોણ છે..? મુછ ઉપર લીબું ટાંગીને ફરનારા પણ કોરોનામાં કોર્નરમાં ભરાય બેઠાં..! રોજ શેરબજારના ભાવતાલ જોનારો પણ કોરોનાનો સ્કોર જોતો થઇ ગયો. એકપછી એક શું ઝાટકા આવે છે ? હવે તો કેટલાં