શ્રદ્ધા ની સફર - ૧

(31)
  • 5.2k
  • 2
  • 2.4k

પ્રકરણ-૧ શ્રદ્ધા નો પરિવારનામ એનું શ્રદ્ધા. પણ નામ પ્રમાણે ના એનામાં કોઈ જ ગુણો નહીં. શ્રદ્ધા માં આત્મશ્રદ્ધા નો બિલકુલ અભાવ. ખૂબ ભીરુ ગભરુ કહી શકાય એવો એનો સ્વભાવ. આ શ્રદ્ધા એના કુટુંબમાં સૌથી નાની. અને સૌથી નાની હોવાના કારણે એના દાદીની એ સૌથી લાડકી હતી.શ્રદ્ધા ને એક ભાઈ અને એક બહેન. બંને શ્રદ્ધા કરતાં મોટા. ભાઈ કુશલ સૌથી મોટો અને કુશલથી નાની અને શ્રદ્ધા કરતાં મોટી બહેન નિત્યા.શ્રદ્ધા ના પરિવાર માં કુલ છ જણા રહેતા હતા. છ જણા થી ભર્યો એનો પરિવાર હતો. એના પરિવારમાં આ ત્રણ ભાઈબહેન ઉપરાંત પિતા કૃષ્ણકુમાર અને માતા કુસુમબહેન તેમ જ તેના વિધવા દાદી