વાચક મિત્રો, અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય’ વિષય પરના બે લેખોમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? કુલ ઘરેલું ઉત્પાદન - જીડીપી (Gross Domestic Product - GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે? અપેક્ષિત વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય? વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે આ ધ્યેય સિદ્ધ કરવાના પરિપેક્ષ્યમાં વિવિધ ક્ષેત્રો બાબતે ચર્ચા કરીશું. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા વિષયમાં ક્ષેત્ર વાર વિગતો... અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોનું પોતાનું આગવું મહત્વ હોય છે અને