લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૧૧

(18)
  • 3.3k
  • 4
  • 1.4k

લોકડાઉનનો અગિયારમો દિવસ:સુભાષના મનમાં પ્રશ્નોનું ઘોડાપુર ઉમટ્યું હતું, 3 વર્ષ મીરાં સાથે જે થયું તેના બાદ બે વર્ષથી સુરભી તેના જીવનમાં પ્રવેશી હતી. સુરભી તેના ઓફિસમાં જ કામ કરતી, જયારે સુભાષ નોકરીમાં જોડાયો તેના બીજા વર્ષે સુરભી પણ ત્યાં જોડાઈ, સુભાષની બાજુમાં જ સુરભી પણ બેસતી, સુભાષને એક વર્ષનો અનુભવ થઇ ગયો હતો માટે સુરભીને શીખવવાની જવાબદારી સુભાષને સોંપાઈ હતી, સુભાષનો પ્રેમાળ સ્વભાવ અને દિલથી શીખવવાની રીત પહેલા દિવસથી જ સુરભીને સ્પર્શી ગઈ હતી. સુરભી પણ પરણિત હતી, થોડા સમય પહેલા જ તે લગ્ન કરીને અમદાવાદ આવી હતી, તેના પતિને પોતાની કપડાંની દુકાન હતી, સુરભીને ઘરમાં બેઠા કંટાળો આવતો હતો એટલે