સોહી *ભાગ : ૨* દાદા-દાદી, ગાડીનો આગ્રહ પણ દાદાએ ન કર્યો,જાણતા હતા કે દીકરો કેવો હઠાગ્રહી હતો.દાદા પણ ભણેલા હતા,સંસ્કૃત સાથે એમ.એ કરી તેમના જ ગામ સોજીત્રાની શાળામાં આચાર્ય હતા ને નિવૃત્તિ સુધી રહ્યા. દાદી પણ ઘણાં જ માયાળું તેથી આખું ગામ બા કહે..ગામડાં હવે તો મનભાવન નથી રહ્યાં પણ એજ પાદરે સરસ મજાનો વડલો,વડલાની ચોતરફ ગોળ બેઠક નાના મોટાનો વાતો ને હસી મજાકનો સાક્ષી.રમેશભાઈ પણ એની નીચે ઝૂલ્યા હતા ને ગિલ્લીદંડાની રમત રમ્યા હતા.તળાવ પણ સ્વચ્છ,સવારના નિકળતા જ સૂર્યની કિરણો તેની પર પડતીને તળાવમાં જે કેશરી રંગ છાંય જાતો તે દ્રશ્યની યાદથી રમેશભાઈની આંખો જાણે