(આગળનાં ભાગમાં આપણે જોયું કે, મીરાં અને કાર્તિકે સુરજને બધી હકીકત કહેવાની હાં પાડી એટલે સંધ્યા કાર્તિક અને મીરાંને લઈને સુરજની ઘરે ગઈ.હવે જોઈએ આગળ.)સંધ્યા કાર્તિક અને મીરાં સાથે સુરજની ઘરે આવી.બધાં સીધાં ઉપર સુરજનાં રૂમમાં ગયાં.સંધ્યા સાથે મીરાં અને કાર્તિકને પોતાની ઘરે જોઈને સુરજ વારાફરતી બધાં સામે જોવાં લાગ્યો."અરે,તમે બધાં અચાનક અહીં?""હાં સુરજ, મીરાં અને કાર્તિક તને એક અગત્યની વાત જણાવવા માંગે છે.""શું વાત છે કે,તમારે બધાંએ એકસાથે આવવું પડ્યું?""સુરજ હું અને મીરાં એકબીજાને પ્રેમ કરીએ છીએ,અમારે એકબીજા સાથે લગ્ન કરવાં છે.""અરે,એતો સારી વાત કહેવાય.એમાં તું આટલો ડરે છે કેમ?""ડરવાની વાત છે,એટલે ડરું છું.હું મારાં પપ્પા સાથે ડ્રગ્સનો ધંધો