રાઈટ એંગલ - 11

(23)
  • 2.6k
  • 1
  • 1.4k

રાઈટ એંગલ પ્રકરણ–૧૧ કૌશલ સાથ નહીં આપે? કશિશને ફેમિલિરુમમાંથી ટી.વી.નો અવાજ સંભળાતો હતો. આજસુધી એણે કૌશલનું આવું વર્તન પહેલાં કદી જોયું નહતું. એટલે એને સમજ પડતી નહતી કે એને કેમ મનાવવો? બીજી બાજુ એમ પણ થતું હતું કે પોતાનાથી થાય તેટલાં પ્રયત્ન કરી ચૂકી છે. આથી વધુ તો એ શું કરે? બસ સમય પર બધું છોડી દેવું. સમય આપોઆપ બધી સમસ્યા હલ કરી દેશે. અને પોતે પહેલાંની જેમ નોર્મલ વર્તન કરવું. કશિશને આ વિચાર ગમ્યો. રોજ બન્ને જમીને વરંડામાં હીંચકા પર બન્ને બેસતા તેમ કશિશ ત્યાં જઈને બેઠી. કૌશલની નારાજગી દૂર થશે એટલે ચોક્કસ આવશે ઊંડે ઊંડે એ આશા હતી.