રાઈટ એંગલ - 4

(18)
  • 7.3k
  • 3.5k

રાઈટ એંગલ પ્રકરણ–૪ કશિશ ભારે હૈયે પોલિસ સ્ટેશનની બહાર આવી. એને હતું કે આજે એનુ કામ થઈ જશે. એ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે અને તરત એફ.આઈ.આર. થશે અને તરત એનો કેસ કોર્ટમાં ચાલવા લાગશે. બસ એ પછી એને ન્યાય જલદી મળી જશે. પણ અહીં તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો હતો. પોલિસ સ્ટેશનની બહાર નીકળીને એ ચૂપચાપ પોતાની કારમાં બેઠી. પણ ઘરે જવાનું મન ન થયું. એને નિરાશા ઘેરી વળી. એણે સ્ટિયરિંગ પ ર માથું ઢાળી દીધું. મનમાં વિચારો ચાલુ થઈ ગયા, ‘ધ્યેય સાચું કહેતો હતો. પોલિસ એની ફરિયાદ નોંધશે જ નહી. પણ ભલે આ બન્ને પોલિસવાળા ગમે તે