રાઈટ એંગલ - 2

(31)
  • 3.6k
  • 2
  • 2.2k

રાઈટ એંગલ પ્રકરણ–૨ ‘ હું છેલ્લીવાર પૂછું છું, તું મને એમાં મદદ નહીં કરે?‘ ધ્યેયએ ગંભીર થઇ ગયો, ‘ના!‘ ‘તું મારો કેસ નહીં લડે?‘ ‘મારે લડવાની જરૂર નથી. તારી ફરિયાદ પોલિસ સ્વીકરાશે તો તને પબ્લિક પ્રોસ્કિયુટર મળી જશે.‘ ‘તો હું માની લઉં કે તું મારું ભલું નથી ઈચ્છતો?‘ આ સવાલથી ધ્યેય જબરો મૂંઝાયો. પણ એની પંદર વર્ષની લોયર તરીકેની પ્રેકટિસ એને મદદે આવી, ‘યાર તું ગજબ છે! તું વકીલને ય ગોથા ખવડાવે તેવી છે. હું ફિઝિકલ કોઈ મદદ નહીં કરું. બસ ટીપ્સ આપી શકું!‘ કશિશ એની સામે જોઈ રહી ‘એટલે?‘ ‘એટલે એમ કે જ્યાં તારી ગાડી અટકે ત્યાં હેલ્પ કરી