સુખનો પાસવર્ડ - 47

(13)
  • 3.1k
  • 6
  • 1k

અત્યંત વિષમ સંજોગોમાં પણ વ્યક્તિ આગળ વધી શકે છે ઈંદોરના અત્યંત ગરીબ કુટુંબની દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરની ખો ખો પ્લેયર બની સુખનો પાસવર્ડ આશુ પટેલ ઈંદોરની જુહી ઝાના પિતા સુબોધ કુમાર ઝા ઈંદોર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ નજીકના એક સુલભ શૌચાલયના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેમને એ શૌચાલયના સંકુલમાં દસ બાય દસની એક રૂમ રહેવા માટે ફાળવાઈ હતી. ત્યાં જુહી, તેના બે ભાઈઓ અને માતાપિતા રહેતાં હતાં. શૌચાલયની અસહ્ય વાસ સહન કરીને જુહીનું કુટુંબ ત્યાં રહેતું હતું, કારણ કે તેના પિતા પાસે આવકનો બીજો કોઈ રસ્તો નહોતો. તેમને સાત હજાર રૂપિયા પગાર મળતો હતો એમાંથી તેમના કુટુંબનું ગુજરાન માંડ ચાલતું હતું.