સુખનો પાસવર્ડ - 45

(14)
  • 4.6k
  • 4
  • 1k

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો અંધ અને બધિર ટોની ગિલ્સ દુનિયાના ૬૦થી વધુ દેશોમાં ફરી વળ્યો! સુખનો પાસવર્ડ આશુ પટેલ ૨૯ એપ્રિલ, ૨૦૧૯ના દિવસે અમેરિકન ન્યુઝ સ્ટોરી આઉટલેટના ફેસબુક પેજ પર વિડિયો જોયો જેમાં એક એવા અનોખા ટ્રાવેલર એન્થની ગિલ્સ (જે ટોની ગિલ્સ તરીકે જાણીતો છે)ની જીવનકથા જાણવા મળી જે અંધ અને બધિર હોવા છતાં દુનિયાના ૬૦થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂક્યો છે. જગતની મોટા ભાગની પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓએ તો એક પણ વિદેશપ્રવાસ કર્યો નથી હોતો. ટોની ગિલ્સે ‘સીઈંગ વર્લ્ડ માય વે’ નામનું પુસ્તક લખ્યું છે, જેની પ્રતો મોટી સંખ્યામાં વેચાઈ