તેર વર્ષની ઉંમરે સ્કૂલ શરૂ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી! પાકિસ્તાનના ગુજરાંવાલાની રિફાતે અત્યાર સુધીમા હજારો છોકરીઓ અને મહિલાઓના જીવનમા પરિવર્તન આણ્યુ છે સુખનો પાસવર્ડ આશુ પટેલ પાકિસ્તાનના ગુજરાંવાલાના અરૂપ વિસ્તારની એક સ્કૂલમાં સાતમા ધોરણના વર્ગમા શિક્ષિકા હાજર નહોતી એટલે એ વર્ગમા ભણતી રિફાત આરિફ નામની એક છોકરીને મસ્તી સૂઝી. તે શિક્ષિકાની ખુરશી પર બેસીને શિક્ષિકાની કોપી કરીને વિદ્યાર્થીઓને ભણાવવા લાગી. એ જ વખતે શિક્ષિકા ત્યા આવી ચડી. તેણે પહેલા તો રિફાતને ઠપકો આપ્યો. પછી એટલાથી સંતોષ ન થયો એટલે તેણે બધા વિદ્યાર્થીઓ સામે રિફાતની ઠેકડી ઉડાવી. એટલુ પણ ઓછુ હોય એમ તેણે રિફાતને બેરહેમીથી ફટકારી. એ જોઈને વિદ્યાર્થીઓએ પણ તેની