અદકપાંસળી વિશ્લેષણવીરો અને પિષ્ટપેષણિયા નમૂનાઓની વાત કાને ન ધરવી જોઈએ વિવેચનવીરો અને સલાહખોરો દાંત કચકચાવીને એક હિન્દી ફિલ્મ પર તૂટી પડ્યા ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ ૧૫ ઑગસ્ટ, ૧૯૭૫ના દિવસે મુંબઈમાં એક હિન્દી ફિલ્મનો પ્રીમિયર શૉ યોજાયો હતો. એ ફિલ્મ જોઈને બૉલીવૂડના ‘પારખુ’ પંડિતોએ પ્રોડ્યુસર- ડાયરેકટર પર પસ્તાળ પાડી. ફિલ્મ સમીક્ષકોએ પણ એ ફિલ્મ પર અને એ ફિલ્મના સર્જક પર માછલાં જ નહીં પણ મગરમચ્છ ધોયા. એ ફિલ્મનો વિલન ચૂહા (ઉંદર) જેવો છે અને એનો તીણો અવાજ ખોફને બદલે હાસ્ય જન્માવે એવો છે અને આ આખી ફિલ્મ જ અર્થહીન છે. કોઈ દર્શકે આ ફિલ્મ જોવા માટે પૈસા અને સમય બગાડીને