ટ્વિસ્ટ વાળો લવ - 40

(33)
  • 3.1k
  • 3
  • 1.4k

આભાસના રૂમ માં.. અક્ષ સૂતો હોય છે.. અને આભાસ એના રૂમ ની બાલ્કનીમાં રહેલી ચેર પર બેઠો હોય છે.. અને ત્યાં રોહિત આવે છે... " તારો દિમાગ ખરાબ છે..? આવી રીતે અવાય...? આમ આવવું કઈ સારુ લાગે... તું જ વિચાર... " - રોહિત નિરાશ થઇ ને બોલે છે " મારું મન થયું એટલે હું આવ્યો.. ! અને મારે કઈ સારુ લગાડવું નથી... " - આભાસ ચિડાઈ ને.. " અરે આ તારા મનનું મૂક.. અને દિલ નું સાંભળ.. " - રોહિત " અત્યાર સુધી એજ સાંભળ્યું છે... પણ હવે નથી સાંભળવું... અમે જયારે દિલ નું સાંભળીયે ત્યારે કોઈ ક્યાં સાંભળે છે...?