લહેરખી ● વિષ્ણુ ભાલિયા --------------------- ભરતીનાં પાણી જાણે ખાડીને કિનારે ઊભેલા સ્મશાનની સળગતી ચિતાને આંબવા જતાં હોય એમ ઉતાવળાં ઊભરાતાં હતાં. ખાડીનો સાંકડો પટ હમણાં વીળના પાણીથી એકાએક મોટો લાગવા માંડ્યો હતો. દૂર દૂર પશ્ચિમમાં સ્થિત કામનાથ મંદિરના શિખર પરથી સરકતો લાલચટક સૂર્ય પોતાના ઘર તરફ જતો દેખાયો. પવન ડરીને સૂન બની, છૂપાઈ જવા લાગ્યો. સામે કિનારે ડાઘુઓ ચિતાની આસપાસ ગમગીન બની બેઠા હતા, જ્યારે આ કિનારે દરિયાના પાણીમાં અડધે સુધી ડૂબેલા વહાણને અસંખ્ય ખારવાઓ એક સાથે ઉપર ખેંચી રહ્યા હતા. ગોઠણભર પાણીમાં કતારબંધ બીડાયેલી તેમની મુઠ્ઠીઓ રાક્ષસી બળ કરતી હતી. પાણીથી ભરાયેલું વહાણ ધીરે ધીરે ઉપર ચઢતું જોઈ