-----------------------------------------------। એકલો જાને રે ...।---------------------------------------- --- અર્જુનસિંહ.કે.રાઉલજી. વારંવાર એક જ નામ તમારા મગજમાં ઘુમરાયા કરતું હતું નાનજી નાડાવાલા ...” ધ્રુવા ..” ક્યાંક આ ધ્રુવા એ તમારી ધ્રુવા તો નથીને ? જેને તેની મા તમારી પાસેથી છીનવીને લઇ ગઇ હતી ..! બસ , આ એક જ વિચાર તમને શાંતિથી સૂવા દેતો નહોતો કે નહોતો બેસવા દેતો ..! તમે વારંવાર તમારા મગજને ટપારવાનો , ટકોરવાનો પ્રયત્ન કર્યો કે –એ ધ્રુવા ,તમારી ધ્રુવા –તમારા દિકરાની દિકરી હોય તો પણ શું ફેર પડે છે ? અને ... એ તમારી ધ્રુવા કઇ રીતે હોઇ શકે ? તમારી ધ્રુવા તો અપંગ નહોતી , તે