"બોલે જાઓ. હું લખ્યે જાઉં છું. અટકશો તો ત્યાં પૂરું." ગણેશજીએ વેદવ્યાસને કહ્યું."પણ તમે આમ ફટાફટ લખશો કઈ રીતે? મારી બોલવાની ઝડપ અને તમારી સાંભળી, તેનો અર્થ કરી લખવાની ઝડપમાં ફેર તો હોય જ. હું બોલું અને તમારે હાથ હલાવવાના." વેદવ્યાસ વદી રહ્યા."જો વત્સ, આ લખવું અને બોલવું એ બન્ને મગજના વિચારોનું એક યા બીજા સ્વરૂપે નિરુપણ છે. આઉટપુટ ડિવાઇસ. તારું મો અને મારા હાથ . મારે ઇનપુટ કાન દ્વારા મગજમાં અને આઉટપુટ .. હાથ નહીં, જેને 2020 માં લોકો વોઇસ ટાઈપ કહેશે તે. ચાલ. બોલતો જા. અને આમાં ઓટો સેવ નથી. તું અટક્યો એટલે પૂરું. ફાઇલ સેવ.' કહી ગણેશજીએ