અધુુુરો પ્રેમ.. - 38 - સુહાગરાત

(53)
  • 5.9k
  • 8
  • 2.2k

સુહાગરાત પલક પરણીને સાસરે આવી પણ હજીયે પલક હીબકાં ભરતી હતી.થોડી થોડી વારે એક ઉંડે ઉંડેથી હીબકાંનો અહંગરો આવી જતો હતો. પલકને આમ હીબકાં ભરતી જોઈ વીશાલે કહ્યું અરે ભાઈ હવે તો રોવાનું બંધ કર અને થોડી સ્વસ્થ થઈ જા.હમણાં થોડીવાર પછી આપણું ઘર આવશે અને કોઈ કેહછેકે આ વહું તો બહું પીયરઘેલી લાગે છે. તારે મેહણું સાંભળવું પડશે,માટે થોડી ઘણી ધીરજ રાખવી જોઈએ. પલકને આજે કોઈનાં સમજાવ્યાંમાં જરાય પણ ઉત્સુકતા નથી.એ અર્ધીબેહોશ જેવી દેખાય છે. એને કોઈની પણ વાતમાં રસ નથી. જ્યારે વીશાલ એનાં ગાલને થપથપાવીને ઉઠાવવા કોશિશ કરે છે, ત્યારે હમમમમમ કહીને વળી પાછી આંખો બંધ કરી જાય છે.