અધુુુરો પ્રેમ.. - 37 - વીદાઈ

(42)
  • 4.7k
  • 6
  • 1.9k

વીદાઈપલકનાં લગ્ન પણ સંપન્ન થયાં, જમવાનાં ટેબલ ઉપર વરઘોડીયાં બેઠાં બેઠાં લગ્નભોજની લજજત ઉઠાવી રહ્યાં છે. વરરાજાના મીત્રો પરાણે નવી ભાભીને મોઢામાં જબરજસ્તી ગુલાબજાંબુ ખવડાવી રહ્યાં છે. પરંતુ પલકનું ધ્યાન કહી બીજા વીચારોમાં ખોવાયેલું છે.આ બધું વીશાલ જોઈ રહ્યો છે. વીચારોનાં વમળમાં ખોવાયેલી પલકને જોઈ વીશાલ માર્મિકભર્યા શબ્દોમાં બોલ્યો પલક આકાશ કેમ કયાંય દેખાતો નથી.મને તો હતું કે તારા લગ્નની બધીજ જવાબદારી એનાં કંધા ઉપર હશે.પલક વીશાલનાં ઝેરીલા શબ્દોને ઓળખી ન શકી એને થયું કે વીશાલ કદાચ પોતાની અને આકાશની સાચી દોસ્તીને પરખી ગયો હશે.વીશાલનાં શબ્દોથી પલકનાં ચહેરો ખીલી ઉઠ્યો. એણે કહ્યું કે મે એને થોડાં કડવાં વેણ કહ્યું હતું