1લીલાને સવારથી તાવ જેવું લાગતું હતું,વારંવાર ખાંસીથી ગળું પણ દુઃખતું.પણ દહાડી બંધ થયા પછી આ એક જ કામ હતું જેથી એના ઘરનો ચૂલો સળગતો.મોડું થયું હોવાથી તે લગભગ દોડતી અંદર પ્રવેશી અને તરત રોટલી વણવા લાગી.......... તેના શેઠાણી માલતીબેન કોઈની સાથે ફોનથી વાત કરી રહ્યા હતાં કે કોરોનાની આ મહામારીમાં તેઓ પોતાની નજર હેઠળ પેકેટ્સ તૈયાર કરાવી જરૂરિયાતમંદોમાં તેનું વિતરણ કરાવે છે.જે પુણ્ય મળ્યું તે.........2હર્ષદભાઈ જોઈ રહ્યા હતા કે લાશ હજુ એમ્બ્યુલન્સમાં જ હતી. કોઈ એને સ્વીકારવા તો ઠીક હાથ લગાડવા પણ તૈયાર નહોતું..... એમને કહેવું હતું કે લાશને અડવા માત્રથી કોરોના નથી ફેલાતો.... એમને કહેવું હતું કે માસ્ક અને