સ્કાય હેઝ નો લીમીટ - 4

(84)
  • 8.5k
  • 8
  • 4.6k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-4 "હાય સોનીયા પ્લીઝ વેલકમ હું ક્યારથી તારી રાહ જોતી હતી મલ્લિકાએ ફાલ્ગુન દાઢી અને એની વાઇફ સોનીયાને આવકાર્યા. ફાલ્ગુને કહ્યું "મોહીત ક્યાં છે ? અને એ બંન્નેને મૂકીને ફલેટમાં અંદર આવ્યો. મોહીત કીચનમાં કંઇક કરી રહેલો. ફાલ્ગુને કહ્યું "યાર શું કરે છે ? કીચનમાં ? મોહીતે કહ્યું "તારાં આવવાની રાહ જોતો હતો હજી પેલો અમેરીકન હેમ નથી આવ્યો એ હિમાંશુ કાયમ લેટજ હોય. બાય ધ વે હું આપણાં માટે સ્નેક બનાવી રહેલો મને શીંગ ખૂબજ બાવે છે અને એમાંય ડ્રીંક્સ સાથે તળેલી શીંગ, ચીલી, બ્લેક સોલ્ટ સાથે હોય પછી મજા જ મજા... આવ આવ બેસ પછી