પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-23 સોમનાથથી પાછાં આવ્યાં પછી વિધુ આવીને રૂમમાં ભરાયો એ નાહીધોઈ ફ્રેશ થયો અને પહેલાંજ વૈદેહીને ફોન લગાવ્યો. બે-ત્રણ રીંગ મારી વૈદેહીએ ફોન ઉપાડ્યો નહીં. એ ખિન્ન થઇ ગયો. એ નીચે આવી માં પાસે બેઠો. માંએ દૂધ નાસ્તો આપ્યો એણે એ બધું નીપટાવીને માં ને કહ્યું "માં હું આજે 4.00 વાગ્યા પછી નિરંજન અંકલને મળવા જવા વિચારું છું એક એક દિવસ હવે ગણતરીનો લાગે છે મને... મારે નોકરી સ્વીકારી સેટ થઇ જવું છે અને પાપાને ધીમે ધીમે બધી જવાબદારીમાંથી મુક્ત કરવાં છે પછી તમારે લોકોએ પણ ચારધામ કે કોઇ બીજી યાત્રા જ્યાં તમારે જવું હોય મારે મોકલવાં છે.