"તમને મિતાની યાદ આવતી હશે ને....!!!" બંને એકબીજાની સામે જોઈ રહયા હતાં. "મહેરે મને બધી જ વાત કરી." "યાદ તો આવે જ ને તે બેટી હતી મારી. આ હાથે જ તેને મે મોટી કરી હતી. તે જેટલું પણ જીવી પોતાની મરજીથી જીવી હતી. છેલ્લે જતા જતા પણ તે અમને મહેર જેવા છોકરાને આપતી ગઈ. મિતાની કમી મહેરે કયારે પણ અમને અનુભવવા નથી દીધી. તે અમને ખુશ રાખી પોતે ખુશ રહેવાની કોશિશ કરતો રહયો. ભલે મહેરે અમને કયારે પણ તેનું દુઃખ અમારી સામે ના આવવા દીધું પણ તેની અંદરના દુઃખને હું જાણું છું. મે તેને જન્મ તો નથી આપ્યો પણ તેની બધી