શોધ – પુર્નજન્મની ગાથા - ૪

(24)
  • 4.1k
  • 1
  • 1.9k

‘શું બફાટ કરે છે?’, ઇશાન નીરજ દ્વારા લેવાયલા શ્વેતાના નામથી ગુસ્સે થયો. ‘બફાટ નથી કરતો. મારા મિત્ર એ આપેલ માહિતી ખોટી ન હોય’, નીરજે શાંતિથી જણાવ્યું. બન્ને ઇશાનના ઘર તરફ ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. ઇશાનના ચહેરા પર થાક દેખાઇ રહેલો. જ્યારે નીરજ, ઇશાન અને શ્વેતાના વિચારમાં હતો. તેને એક વાત પર વધુ શંકા ગઇ, ‘શ્વેતાના નામથી નંબર રજીસ્ટર કેવી રીતે હોય?’ ઘરે પહોંચતા જ ઇશાને સોફા પર લંબાવ્યું. ‘તું શ્વેતાને ક્યારથી ઓળખે છે?’, નીરજે ફ્રીજનો દરવાજો પાણીની બોટલ લેવા ખોલ્યો. ‘તને ખબર તો છે યાર.’ ‘તો પણ...’