પ્રિત એક પડછાયાની - ૪૯

(39)
  • 3.8k
  • 4
  • 1.5k

રાશિ..રાશિ..રાશિ..બુમો પાડતી જેક્વેલિન હાંફળી ફાંફળી થતી ત્યાં ટેકરીના કિનારે પહોંચી. સવારનો સમય થવાં આવ્યો છે છતાં શિયાળાની સવાર હોવાથી અંધારું હજું ઘનઘોર જ છે.. ટેકરીને કિનારે જઈ જેક્વેલિને નીચે જોવાનો પ્રયાસ કર્યો. પણ ના કોઈ એવો અવાજ આવ્યો કે કંઈ એવું દેખાતું હતું સ્પષ્ટ...નથી સંભળાતો રાશિનો કોઈ અવાજ..બચાવ માટેનો. જેક્વેલિનનાં ધબકારા વધી ગયાં. કંઈ અજુગતું થવાનાં ભણકારા વાગવા લાગ્યાં. તે ઝડપથી પાછી ઘરમાં ગઈ. આમ પણ પહેલેથી તે બહાદુર તો છે જ પણ પોતાના પતિનાં અવસાન બાદ પોતે એકલી જ રહેતી હોવાથી તે એકદમ બાહોશ બની ગઈ છે. એ ચિંતિત એટલે છે કે તે સૌમ્યાને અને વિરાજને પોતાનાં સંતાનો કરતાં