સિંચનકુમાર નંદિનીકુમારીને પુછી રહ્યાં છે કે તે ખરેખર તેમની સાથે આવવાં તૈયાર છે...કારણ કે તે અને સૌમ્યાકુમારી તો અત્યારે રાજપરિવારની સરખામણીમાં સાવ વામણું કહી શકાય એવું સામાન્ય જીવન જીવી રહ્યાં છે...આ તો થોડાં જરઝવેરાત સાથે હોવાથી ચાલી રહ્યું છે પણ આખી જિંદગી થોડું ચાલશે ?? હવે તો એણે કામ પણ કરવું પડશે...પરસેવો પાડવો પડશે... નંદિનીકુમારી : " ભાઈ અહીં સોનાની બેડીઓમાં કઠપુતળીની માફક બંધાઈ રહેવા કરતાં એક નિરાંતે શ્વાસ લેવાય એવું શુદ્ધ જીવન તો મળશે ને ?? પોતાનાં જ સ્વામી અને પરિવારનું નામોનિશાન મીટાવનાર એ પાપી રાજાની પત્ની બનીને રહેવા કરતાં સૌમ્યકુમારની વિધવા તરીકે આજીવન જીવવું પણ મને મંજૂર છે..."