બ્રાહ્મ મુહૂર્ત

(29)
  • 4.4k
  • 1.2k

વાર્તા- બ્રાહ્મ મુહૂર્ત લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643 રાત્રિના અંધકાર ને ચીરતી કુલદીપ ની કાર સડસડાટ જઇ રહી હતી.ઘડિયાળ બાર વાગીને વીસ મિનિટ નો‌ કાંટો બતાવી રહી હતી.ઉનાળાની રાત હતી અને ખુશનુમા વાતાવરણ હતું એટલે એ.સી.બંધ રાખ્યું હતું.જગજીતસિંહ ની ગઝલો વાગી રહી હતી.હજી તો ઘરે પહોંચતાં ત્રણ કલાક લાગે એવું તો હતું જ.કુલદીપને ચા પીવાની જોરદાર ઇચ્છા હતી.દૂરદૂર સુધી અંધકાર ફેલાયેલો હતો.કોઇ હોટલ આવેતો સારૂં એવું વિચારીને તેણે સ્પીડ વધારી. કુલદીપ એક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવતી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ મેનેજર હતો.પરમદિવસે સાંજે ઑફિસ છૂટવાના સમયે જ તેના ઉપરીનો ફોન આવ્યો કે આજે રાત્રે જ ઉદયપુર જવા નીકળી જાઓ.આવતીકાલે ત્યાં સેલ્સ