આત્મમંથન - 3 - લીલો મસાલો

(13)
  • 4.5k
  • 3
  • 1.7k

લીલો મસાલો « શાકભાજી », « શાકભાજી » વાળો આયો, તાજી તાજી શાકભાજી લઇ,લઇ લો, તાજુ શાક, સસ્તા ભાવે લાયો, આવો બા, આવો બેન. આ અવાજો સાંભળે કદાચ ૧૫ વર્ષ થઇ ગયાં. શેરી-શેરી, ગલી-ગલી, સોસાયટીઓમાં આખો દિવસ ફરી ને શાક વેચતાં, શાકવાળા ક્યાં છૂ થઇ ગયાં. કોઇ સોસાયટી માં દેખાય છે ? ના. જમાનો બદલાયો છે. વસ્તી વધી ગઇ છે. સોસાયટી ના દરવાજા બંધ રાખવામાં આવે છે. બંધ દરવાજા ઊપર કાળા મોટા અક્ષરે લખ્યું હોય છે. « ફેરિયાઓએ અંદર આવવું નહીં « આવા મોટા બોર્ડ પણ જોવા મળે છે. તેઓ કેવી રીતે સોસાયટી માં પ્રવેશે. આજના યુગમાં કોઇને કોઇના પર વિશ્વાસ જ નથી રહ્યો. યાદ આવે