અજનબી હમસફર - ૫

(26)
  • 4.3k
  • 1
  • 1.8k

દિયા જ્યાં સુધી ઓફિસમાં બીઝી હતી ત્યાં સુધીમાં રાકેશે આજુબાજુમાં દુકાનવાળાને પૂછપરછ કરી અને રહેવા માટે મકાનની વ્યવસ્થા કરવા માટે માહિતી મેળવી લીધી.‌‌ આ બાજુ દિયા કોમલ સાથે બેસીને કામ સમજતી હતી અને વાત કરતી હતી . બંને મિત્રોની જેમ એક બીજા સાથે ભળી ગયા હતા.એકબીજાનુ ફેમિલી બેકગ્રાઉન્ડ , કામ અને એવી ઘણી બધી વાતો બંને એ કામ કરતા કરતા કરી લીધી .ઓફિસમાંથી કોઈએ ટીખળ કરીને કહ્યું પણ ખરું કે "કોમલબેને આજે બે વર્ષનુ મૌન વ્રત તોડયુ.અમારી સાથે તો ભાગ્યે જ વાતો કરતાં." આ સાંભળી કોમલ હસવા લાગી અને કહ્યું ,"બે છોકરીઓ ભેગી થાય એટલે વાતો