જૉકર - સ્ટૉરી એક લુઝરની - 10

(77)
  • 6.4k
  • 7
  • 2.9k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 10લેખક - મેર મેહુલ“જુવાનસિંહ હું મેસેજ કરુ એ એડ્રેસ પર આવી જાઓ” ઇન્સ્પેકટર જુવાનસિંહ જાડેજાને હમણાં જ એક કૉલ આવ્યો હતો.કતારગામ પોલીસ ચોકીમાં એકમાત્ર કહી શકાય તેવો ઈમાનદાર અને ફરજપસ્ત જુવાનસિંહ કોઈપણ જાતનો વિચાર કર્યા વિના રાતના બે વાગ્યે નીકળી પડ્યો હતો. બે મહિના પહેલાં તેને ઉપરી અધિકારી તરફથી ઓર્ડર મળ્યા હતા.તેના એરિયામાં જોકરના વેશમાં એક વ્યક્તિએ લોકોમાં દહેશત ફેલાવી હતી.આ કેસ જુવાનસિંહના હાથમાં સોંપવામાં આવ્યો હતો એટલે પૂરુ ચિંતામુક્ત થઈ ગયું હતું કારણ કે જુવાનસિંહના હાથમાં જે કેસ આવતો તેનો ફેંસલો અગાઉથી જ થઈ જતો.પોતાની સાત વર્ષની કારકિર્દીમાં એક પણ એવો કેસ