૧૧) સંશોધન, નવીનતા કે જરુરી ફેરફરો કરતા શીખો. એક ભાઇના પત્નીને એક દિવસ બહાર જવાનુ થયુ એટલે ઘરના બધા કામ કરવાની સાથે સાથે વાસણો ધોવાનુ કામ પણ તેના માથે આવી પડ્યુ. તેને વાસણ ધોવા જરા પણ ગમતા નહી એટલે તે એવો વિચાર કરતો કે કપડા ધોવાના મશીનની જેમ વાસણ ધોવાનુય મશીન હોત તો કેટલુ સારુ થાત. તેણે તરતજ વિચારને અમલમા મુકવાનુ નક્કી કર્યુ અને થોડાજ મહિનાની મહેનતથી તેણે વાસણ ધોવાનુ મશીન વિકસાવી લીધુ. આવા મશીનની માર્કેટમા ખુબ માંગ વધતા તેણે મશીન બનાવવાનુ કારખાનુ સ્થાપ્યુ અને ખુબ પૈસા કમાયો. આમ સમસ્યાઓ અને જરુરીયાતોનુ સમાધાન કરવા માટે કંઈક નવોજ અને વ્યવહારુ રસ્તો