રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૮સંકલન- મિતલ ઠક્કર રસોઇ બનાવનારને જો કેટલીક વધુ જાણકારી હોય તો રસોઇના રંગ, રૂપ અને સુગંધ સારા રહેવા સાથે બનાવવાનું પણ સરળ બની જાય છે. રસોઇમાં પણ શિસ્તનું મહત્વ છે. જમવાનું બનાવતાં પહેલાં તેના માટે જરૂરી બધી સામગ્રી એકત્ર કરી લેવાથી સમય બચે છે અને તમારી શક્તિ પણ ઓછી વપરાય છે. અને રસોડામાં જે વસ્તુ જ્યાંથી લઇએ ત્યાં જ મૂકવાનો આગ્રહ રાખવાથી બીજી વખત તે તરત મળી જાય છે. આવી બધી જાણકારી નાની ભલે લાગતી હોય પણ એ પરિણામ મોટા આપે છે.* જો તમે ઇચ્છતા હોય કે બજારની જેમ જ ઘરે બનાવાતી બટાટાની ચિપ્સ એકદમ કરકરી બને તો