નિર્દોષ કોણ

(25)
  • 4.7k
  • 3
  • 1.6k

ભરબપોરના તીખા તડકે વિજાપુર ગામના સીમાડામાં બે લાશ મળી આવતા પૂરું ગામ જોવા ઉમટી પડ્યું હતું. પોલીસ લોકો ઘટનાસ્થળે આવી જતા મામલો સાંભળી લીધો હતો. લાશની તપાસી અને પૂછપરછ પરથી જાણવા મળ્યું એ સૌને ચોંકાવનારું હતું. વિજાપુર એક નાનકડું ગામડું હતું. જેમાં વધીને ૩૦૦-૪૦૦ ઘર હશે. જેમાં ૧૦-૧૫ લોકોને મૂકીને બાકી બધા જ ખેતમજૂરી વાળા હતા. તેમાં સંજય નામનો રૂપાળો યુવાન, ઉગતી ઉંમર અને ભણવામાં હોશિયાર એટલે જલ્દી થી જ બેંકમાં નોકરી લાગી ગઈ હતી. એનો પરિવાર તો શહેરમાં રહે. હજી નવી નવી જ નોકરી લાગી હતી. બીજીબાજુ ખમીરવંતા સેરસિંહની છોકરી જે ભણવામાં નહી પણ યૌવનના ઉંબરે અપ્સરાને પણ પાછી