માટલું

  • 10.4k
  • 1.5k

"બાં....પાણી દે.... કાકાનું માટલું ફરી ગયું...." નાનકડી ચકીનો સાદ સાંભળીને ઘરમાંથી મંગુબા પાણીનો લોટો લઈને આવ્યા ને કરસનભાઇને અંબાવ્યો , " લ્યાં કસન હઉ હારાવાના થાહે... ખોટો રગરગાટ નથ કર ... સોકરા ગ્યાં સે તે હારા ખબર લઈને આવશે.." મંગૂબા તો હૈયાધારણા બંધાવીને ચાલ્યા ગયા પણ કરસનભાઇનું મન શાંત નહોતું. આજે કેમે કરીને ચાકડે હાથ જામતો જ નહોતો. આ ત્રીજી વાર માટીનો પિંડો ચડાવ્યોને ત્રીજી વાર માટલું થાય એ પહેલા તૂટી ગયું. કરસનભાઈએ ફરી પિંડો ચઢાવ્યો પણ એમ સમજો કે ચાકડે માટીના પિંડાને બદલે આજે કરસનભાઈનું મન ચડ્યું તું. આખા ગામમાં કરસનભાઈના માટલા પ્રખ્યાત હતા. ગામમાં બીજા પણ કુંભાર હતા