સુખનો પાસવર્ડ - 35

(17)
  • 4.1k
  • 5
  • 1.1k

પોતાની વિકટ સ્થિતિમાં પણ વ્યક્તિ બીજાને પોતાનાથી શક્ય હોય એટલી મદદ કરી શકે અમેરિકાની એક હોસ્પિટલના પાર્કિંગ લોટમાં એક વ્રુદ્ધની કાર બગડી ગઈ ત્યારે... સુખનો પાસવર્ડ આશુ પટેલ અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ગેન્સવિલેની એક હોસ્પિટલના પાર્કિંગ લોટમાં એક વ્રુદ્ધ માણસની કાર બગડી ગઈ. તે કાર સ્ટાર્ટ કરવા માટે મથામણ કરી રહ્યો હતો. એ જ વખતે જિમી નામનો એક કાર મિકેનિક ત્યાં આવ્યો. તેણે તે અજાણ્યા માણસને કહ્યું કે હું તમારી કાર ઠીક કરી દઉં છું. તેણે બોનેટ ખોલ્યું. એ પછી તેને જરૂર જણાઈ એટલે તે કારની નીચે સરક્યો. તેણે થોડી વાર કંઈક કડાકૂટ કરી અને પછી તે કાર નીચેથી બહાર આવ્યો.