ઘર મુબારક

  • 4.6k
  • 1
  • 1.1k

સતત ત્રણ દિવસ થયાં. ખૂબજ નજીક થી જોયું છે ઘરને.નજીવા પૈસા ની દોડ માં ભૂલી જ ગયાં હતાં કે આપણે સાંજ થાય ને જે જગ્યાએ મળીએ છીએ અને રાતવાસો કરીએ છીએ એને ઘર કહેવાય છે ! દુનિયા નો છેડો એટલે ઘર. પણ હવે તો લાગે છે કે આ છેડા માં જ આખી દુનિયા છે. ઘર પાસે ઘણુંબધું છે એમ કહું કે બધું જ છે. ઘર પાસે કલરવ છે, ઘર પાસે આરામ છે , ઘર પાસે હાસ્ય છે , ઘર પાસે રુદન છે, ઘર પાસે શ્ર્વાસ છે ,વિશ્ર્વાસ છે. ઘર નું બ્લડ ગૃપ શાંતિ છે. ઘર આલિશાન છે, ઘર મંદિર છે.