પોઝીટીવિટી : સંબંધનું મહત્વ

  • 4.6k
  • 4
  • 1.6k

પોઝીટીવિટી ● ભાવિક ચૌહાણ (અંક નંબર : ૦૬) સંબંધનું મહત્વ મે મહિનાની એ પાંચમી તારીખ હતી. સાંજનો સમય હતો. મલયના પપ્પા તેમની નોકરીના સ્થળ પરથી ઘરે પરત આવીને ટીવીમાં સમાચાર જોઈ રહ્યા હતા, જ્યારે તેની મોટી બહેન શ્વેતા ટ્યુશન કરાવીને ફ્રી થઈ ગઈ હતી. મલયનાં મમ્મી મીનાબહેન રસોડામાં રસોઈ બનાવી રહ્યાં હતાં. ઘરનાં આંગણામાં હીંચકા પર મલય તેની નાની બહેન નેહા અને દાદી – એમ ત્રણેય સાથે બેઠાં બેઠાં અલક મલકની વાતો કરી રહ્યાં હતાં. તેનાં દાદી એમનાં સમયમાં જે ‘રામાયણ’ અને ‘મહાભારત’નાં પાત્રો ભજવતા નાટક ગામમાં આવતા તેના વિશે વાતો કરી રહ્યાં હતાં, તેમાં વળી નેહા