ઝેર તો પીધાં ગાળી ગાળી...!

  • 3.3k
  • 932

ઝેર તો પીધાં ગાળી ગાળી..! પહેલ્લેથી ચોખવટ કરી લઉં, પાટલી છોડીને છૂટાછેડા લેતા નેતા સાથે આ વાતને કોઈ નિસ્બત નથી. લોક કલ્યાણકારી પગલા તરીકે જે ઠીક લાગ્યું એ જ એમણે કર્યું હોય, એવો ઢેકાર ખાય લેવાનો. એઈડ ટેસ્ટ નહિ કરવાના. ક્યારેક હાસ્ય લહરી પણ મરડાવાની તો થાય ને યાર..? એટલે સળગતી રીંગમાંથી કૂદી પડવાના સાહસ કરવા નહિ. કોઈના ઓટલે બેસીને પેન્ટ ઘસતા હોય એવા નવરાઓએ ‘હાલો-હાલો’ કરીને, મેરેથોન દૌડ લગાવવી નહિ. એસબીઆઈના શેર માટે જાહેરાત આવી છે, તો લાવ હું પણ મારું યોગદાન આપું, કરીને