સ્કાય હેઝ નો લીમીટ - 2

(86)
  • 8.3k
  • 6
  • 6.7k

સ્કાય હેઝનો લીમીટપ્રકરણ-2 મલ્લિકાનાં પાપા મંમી સાથે વાત કરીને મોહીત ઉંડા વિચારોમાં પડી ગયો. વાત કરતી મલ્લિકાને જોઇને બધાંજ વિચાર ખંખેરી નાંખ્યા. મલ્લિકાએ વાત પુરી કરી અને એણેજ મોહીતનાં ઘરે ફોન લગાવ્યો. સામેથી ફોન ઊંચકાયો નહીં એણે ફરીથી ફોન લગાવ્યો. પછી ફોન ઊંચકાયો. મોહીતનાં પાપાએ ફોન ઉપાડ્યો. "હાં દીકરા બોલો ઘણાં સમયે ફોન કર્યો આજે ઇચ્છા હતી કે ફોન કરું અને તમારો જ આવી ગયો. એક મીનીટ તારી મંમી સાથે વાત કર એ મને આપો આપો કર્યા કરે છે એની સાથે કરી લો મોહીત કેમ છે ? મલ્લિકાએ કહ્યું “ મજામાં છે બાજુમાં જ છે પહેલાં મંમી સાથે વાત કરીને