લોકડાઉનનો બીજો દિવસ..બીજા દિવસે સવારમાં જયારે સુભાષ ઉઠ્યો ત્યારે મીરાં રોજના નિત્યકર્મ પ્રમાણે રસોડામાં હતી, સુભાષ ઉઠીને બેઠક રૂમ તરફ આવ્યો અને તરત ટીવી ચાલુ કર્યું. ટીવીનો અવાજ કાને પડતા જ મીરાંએ ત્રાસી નજરે રસોડા તરફ જોયું અને ચાની તપેલી ગેસ ઉપર ચઢાવી.ટીવીના સમાચારમાં કોરોનથી ફેલાઈ રહેલી મહામારી બતાવાઈ રહી હતી, સુભાષ તેને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો, મીરાં રસોડામાંથી ચાનો કપ લઈને બહાર આવી અને સુભાષ પાસે રહેલી ટિપોઈ ઉપર રાખી દીધો. સુભાષે મીરાં સામે જોયું અને વાતની શરૂઆત કરતાં કહ્યું: "મીરાં, આ વાયરસ ખુબ જ ખતરનાક છે, હમણાં આ લોકડાઉન દરમિયાન બહાર નીકળતા નહિ, અને ખાસ શૈલીનું ધ્યાન રાખજે, કોઈપણ