ઑલ ઇઝ વેરી વૅલ

(15)
  • 2k
  • 817

વાર્તા-ઑલ ઇઝ વેરી વૅલ લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643 વિશ્વ વ્યાપી મહામારી કોરોના ને હરાવવા માટે ભારતે આગેવાની લીધી છે અને હરાવીને, ભગાડીને જ રહેશે.અત્યારે એકવીસ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.રોજ નવા કેસો આવી રહ્યાછે. આખા દેશમાં દહેશત ફેલાઇ છે.હવે શું થશે એ પ્રશ્નનો કોઇની પાસે જવાબ નથી. ગુરૂનગર ગામ પણ ચિંતિત છે.સરકારે ઘરમાં જ પુરાઇ રહેવાનું સ્પષ્ટ કહ્યું હોવા છતાં બહાદુરી બતાવવા લોકો ખાસ કરીને યુવાનો બજારમાં રખડપટ્ટી કરી રહ્યાછે.એકબાજુ ડૉક્ટરો, નર્સો,સફાઇ કામદારો,પોલીસો પોતાના જીવનને દાવ ઉપર લગાવી લોકસેવા કરી રહ્યાછે અને બીજી બાજુ પબ્લિક બેજવાબદાર બનીને સૂચનાઓ ને અવગણી રહી છે.આ સેવકોના કુટુંબીજનો ની શું હાલત હશે તે