ઝાંઝર

(14)
  • 7.2k
  • 1
  • 1.4k

ઝાંઝરવાસંતી વનવગડાની વિકસતી જતી ફૂલપાંદડી હતી. વનરાવનની વચ્ચે પાંગરતા પ્રકૃતિનાં સૌંદર્યની પ્રકટ પ્રતિમા હતી. ગામડાં ગામનાં એક ગરીબનાં ઝૂંપડાંમાં ચીંથરે વીંટાળેલું રતન પેદા થયું હતું. વસંતઋતુમાં વગડામાં જન્મેલી બાળકીનું નામ મા એ અજાણતા જ 'વાસંતી' રાખી દીધું હતું. બાલ્યાવસ્થા પૂર્ણ કરી, કિશોરાવસ્થામાં પ્રવેશતા તો વાસંતી પોતાનું નામ સાર્થક કરતી હોય, એમ પૂષ્પ-કળીની જેમ ખીલવા લાગી.સોળમી વસંત વીતતા તો વાસંતી ખુદ વસંત બની ગઈ ! તેના સૌંદર્યની મહેકતી સુવાસે આખા પંથકના યુવાનોને ઘેલા કરી મૂક્યા. મા-બાપને ચિંતા થતી હતી. ઈશ્વરે આપેલાં આ મોંઘામૂલાં વરદાનને ગમે