એ વૃદ્ધ સ્ત્રી પોતાના અતીતમાં ખોવાય ગયેલ હતી. એ જે જીવી છે એનું શબ્દોમાં વર્ણન કરતી જતી હતી. સામે બે યુવાન બેઠા છે એનું ભી એને ભાન રહ્યું ન હતું. માતાની વાત આવી અને એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં અશ્રુ આવી ગયા હતા. અંશ અને ભરત એને સાંભળી રહ્યા હતા. એના શબ્દો સાથે એની વસ્તીમાં, એની ઝૂંપડીમાં, એના કામ કરવાના ઘરોમાં પ્રવાસ કરી રહ્યા હતા. આગળ શું થયું એ જાણવાની અનેક તાલાવેલી બન્નેમાં રહી હતી. જીવનના તમામ સમયમાં પસાર થઈને બેઠેલી વૃદ્ધ સ્ત્રી પરાઈ લાગી રહી