નિયતિ

(16)
  • 4.3k
  • 3
  • 1.6k

નિયતિ કુમાર સાહેબનો પરિવાર નાનો હતો, સુખી પણ હતો. સુખનું કારણ હતી કુમારની પત્ની સ્મિતા. સ્ત્રીત્વના પૂર્ણ લક્ષણો સાથે જ જાણે, સહુની સેવા માટે અને સહુને દેવા માટે જ અવતરી હોય, એવી સ્મિતા કુમારના સદ્ભાગ્યે તેને પત્ની તરીકે પ્રાપ્ત થઈ હતી. અત્યંત સ્નેહાળ અને સૌમ્ય સ્વભાવ, જેને કોઈ પાસેથી કશું યે લેવાની અપેક્ષા જ નહીં, બીજાને આપીને જ ખુશ થાય. પોતાનું હોય તો ય વ્હેંચીને ભોગવે એવી ઉદાર સ્મિતા હતી. નિખાલસ પણ એવી! બીજાના દુર્વ્યવહારથી દુઃખી થાય, પણ દુઃખી કરનાર સાથે પણ સદ્વ્યવહાર