રણસફર

(14)
  • 3.4k
  • 1
  • 1.2k

રણસફર____रास्ते नहीं यहां जिंदगी गुजर रही है। જિંદગી રોજની સફર છે. સફર મને ગમે છે. રોજબરોજની જિંદગીમાં અટવાઈ જાઉં છું ત્યારે રજાનો દિવસ મને કંઇક નવું જોવા - જાણવા ભીતરમાં સળવળાટ આપે છે. રજાનો દિવસ મારે મન ઘરે બેસીને આરામ કરવાનો નહીં પણ મિત્રો સાથે મજા કરવાનો. હરવા-ફરવાનો ને મારા શબ્દોમાં કહું તો રખડપટ્ટીનો- રઝળપટ્ટીનો. જોવા કરતાં પણ વધુ જીવવાનો, ને આ જીવ્યાનો આનંદ. રજાના દિવસે મિત્રોને મળવું અને સાથે રહેવું, ખાણીપીણી અને રખડપટ્ટીની મજા લેવી. આજકાલ ઘઉં - ચણાનો ખેતરોમાં ઠાઠ જામ્યો છે, ત્યારે પ્રથમ તો એ બાજુ જવાનું વિચારેલું. ઘરેથી નાસ્તો લઈ ખેતરોમાં જવું ને મજા માણવી. પરંતુ બે-ચાર વાર જઈ આવ્યા