વાસવ -પ્રીતિ બંને જુહુ બીચ પર પહોંચ્યા. સાંજનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો. પ્રીતિએ પોતાના પગ ઠંડી ઠંડી રેતીમાં મુક્યા. ઠંડી સુંવાળી રેતીમાં થાક શોષાતો જતો હતો. ખીલેલા કમળની જેમ સંધ્યા ખીલી ઉઠી હતી. ને સુર્ય... એણેય વાતાવરણને વધુ આકર્ષક બનાવવા અસ્ત પામતા પહેલા એની પાસે જે પણ વૈભવ બચ્યો હતો તે એણે છુટ્ટે હાથે વેરી દીધો. બંને થોડીવાર મૌન રહી પ્રકૃતિને માણી રહ્યા. કશીક વાત કરવાના ઈરાદાથી પ્રીતિએ કહ્યું... ' જયારે જયારે આપણે સુર્યાસ્તને નીહાળીયે છીએ... તોયે કેવો નિરાળો લાગતો હોય છે... ખરુંને ? દરેક સાંજની એક આગવી અદા...