ઝાંપો ઉદાસ છે.. - 11

  • 2.4k
  • 1
  • 1.2k

એ સુહાગરાતે પિનાકીને મને એવો આંચકો આપ્યો હતો કે મને એમ લાગ્યું કે મારું હૃદય ક્યાંક બંધ થઇ જશે.. એ રાતે પિનાકીન આવ્યો. એણે નશો કર્યો હતો. મને નવાઈ લાગી. આંખો પર વિશ્વાસ ન થયો... એને આ રીતે ક્યારેય જોયો નહોતો... એનું આ રૂપ મારા માટે બિલકુલ નવું હતું... પલંગ પર ધડામ દઈને બેસતાં જ એણે કહ્યું... ' સુધા, તને આ પહેલો અનુભવ છે ? કે પછી... ' એ વધુ બોલે એ પહેલા મેં હથેળીથી એનું મોં દબાવી દીધું. હું બોલી...'શું કહી રહ્યા છો એનું ભાન છે... કેવો વિચિત્ર સવાલ છે... હદ છે... '